
રાયમા સેન ન્યૂઝ એન્કરના રોલમાં જોવા મળી રહી છે. ટ્રેલરના છેલ્લા સીનમાં અનુપમ ખેર પણ માસ્ક પહેરેલા જોવા મળે છે. તેઓ નાના પાટેકરને પૂછતા જોવા મળે છે કે વેક્સીન બનશે કે નહીં. તેના પર નાના પાટેકર કહે છે, “સર, તે બનાવવામાં આવશે, સૌથી પહેલા બનાવવામાં આવશે અને તેને સૌથી સુરક્ષિત બનાવવામાં આવશે.” (Image: Social Media)

તમને જણાવી દઈએ કે ‘ધ વેક્સીન વોર’ 28 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે અને પ્રોડક્શન વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીના પ્રોડક્શન હાઉસ ‘આઈ એમ બુદ્ધ’ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી અને બીજી ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે. (Image: Social Media)

કોરોના મહામારી દરમિયાન વેક્સીનના લીધે ઘણાં લોકોના જીવ બચ્યાં છે. ભારતમાં બનાવેલી વેક્સીન દેશ અને વિદેશમાં અનેક લોકોને કામમાં આવી છે. આ ફિલ્મમાં ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કો-વેક્સીન (COVAXIN) બનાવવાની સફર બતાવવામાં આવશે. (Image: Social Media)