
આ ફોટામાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે. અનુષ્કાએ ઓરેન્જ કફ્તાન સ્ટાઈલનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અનુષ્કા અને વિરાટને 2 વર્ષની દીકરી છે જેનું નામ વામિકા છે. કામ અને વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને અનુષ્કા અને વિરાટ મોટાભાગે પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે.

આ ફોટોમાં અનુષ્કાનો અલગ મૂડ જોવા મળી રહ્યો છે. આ ફોટો અનુષ્કા વિરાટની એક ટ્રીપનો છે જે પહેલીવાર જન્મદિવસ પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં અનુષ્કા વિરાટના લગ્ન થયા હતા. બંનેની જોડીને ચાહકોનો ઘણો પ્રેમ મળે છે. અનુષ્કા અને વિરાટની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઈ હતી.