
લગ્ન પછી બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચર્ચામાં છે. મંગળવારે બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. આ બધા વચ્ચે તેમના લગ્નને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

8 ફેબ્રુઆરીએ બંને જેસલમેરથી દિલ્હી જવા નીકળ્યા હતા, આ દરમિયાન બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. નવી દુલ્હન કિયારા અડવાણી એરપોર્ટ પર ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. કિયારા માંગમાં સિંદૂર લગાવેલી અને હાથમાં ચૂડો પહેરેલી જોવા મળી હતી.

લગ્ન બાદ હાલ ફરી એકવાર કિયારા-સિદ્ધાર્થના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કિયારાએ ટ્રેડિશનલ અંદાજમાં સિદ્ધાર્થના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

કિયારા સિદ્ધાર્થ લાલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. કિયારા ખુબ ઓછા મેકઅપમાં જોવા મળી હતી. તેના બંને ચહેરો પર માત્ર પ્રેમ અને લગ્નનો ગ્લો જોવા મળી રહ્યો હતો. કિયારાએ રેડ એથનિક સૂટ અને ગોલ્ડન હીલ્સમાં જોવા મળી હતી. બંને એ મીડિયાકર્મીઓ વચ્ચે મીઠાઈ પણ વહેંચી હતી.