OTT ચેન્જમેકર એવોર્ડ્સ 2023 નું હાલમાં મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવૂડથી લઈને ઓટીટી સુધીના સ્ટાર્સે અહીં હાજરી આપી હતી.
ઓટીટીથી લઈને રિયાલિટી શોમાં જોવા મળતી ઉર્ફી જાવેદને પણ ચેન્જમેકર એવોર્ડ આપવામાં આવ્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદની ફેશન સેન્સે સૌને ચોંકાવી દીધા. ઉર્ફીએ ફરીથી તેના પોશાક દ્વારા સૌને દંગ કરતી જોવા મળી હતી.
આ એવોર્ડ શોમાં હાજરી આપવા માટે સની લિયોન પણ આવી હતી. સની હંમેશાની જેમ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે આ ઈવેન્ટ માટે સિલ્વર રંગનો સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો હતો. આ ઈવેન્ટમાં સની લિયોનને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સની લિયોન અને ઉર્ફી જાવેદના આ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.
સની લિયોન અને ઉર્ફી જાવેદ એકસાથે ક્લિક કરતા જોવા મળ્યા હતા. બંને અભિનેત્રીઓએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પર સ્મિત પણ જોવા મળ્યું. ઉર્ફી જાવેદ પણ સનીને મળીને ઘણી ખુશ દેખાઈ રહી હતી.