
બોલિવુડના ફેમસ સિંગર ઉદિત નારાયણ પોતાની કરિયરમાં ઘણાં સુપર હિટ ગીતો આપ્યા છે. આજે પણ બોલિવુડમાં પોતાના અવાજમાં ગીતો આપતા રહે છે.

રોમેન્ટિક ગીતો અને જેના ગીતોથી લોકો પ્રેમ કરતાં શીખ્યા એવા ઉદિત નારાયણ આજે પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સિંગરનો જન્મદિવસ 1 ડિસેમ્બર 1955માં બિહારમાં સુપૌલમાં થયો હતો.

મૈથિલી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સિંગર પોતાની મહેનતથી ખૂદ આગળ આવ્યા છે. તેને મુશ્કેલ અને સંઘર્ષના દિવસો વિશે એક ઈવેન્ટમાં બતાવ્યું હતું

સુત્રો મુજબ માનીએ તો આજે સિંગરની નેટ વર્થ 150 કરોડ રૂપિયા છે. તેમણે અસંખ્ય મૂવીઝ અને આલ્બમ્સમાં ગીતો ગાયને તેમની મોટાભાગની સંપત્તિ કમાઈ છે.

એક સમય હતો જ્યારે તેને કાઠમંડુ રેડિયો સ્ટેશનમાં 100 રૂપિયાની નોકરી કરી હતી. ઘરથી દૂર ઉદિત ત્યાં ખૂબ જ પરેશાન રહેતો. પિતાએ ના પાડ્યા પછી પણ તે ત્યાં ગયો હતો.

મુંબઈ આવવાની તેની સફર કંઈ સરળ નહોતી. 100 રૂપિયામાં ગુજરાન નહોતું ચાલતું. જેથી તેને હોટેલમાં ગાવાનું શરૂ કર્યું. રાતે ભણતા હતા. મ્યુઝિકલ સ્કોલરશિપ મેળવ્યા પછી તે મુંબઈ આવ્યા.

10 વર્ષ સુધી સતત કામ કર્યા પછી, ઉદિત નારાયણને તેનું પહેલું હિટ ગીત મળ્યું. આ સિલસિલો એવી રીતે શરૂ થયો કે ફરી અટક્યો નહીં. (All Pics From Instagram)