U,A અને U/A સર્ટિફિકેટ એટલે શું ? ભારતીય સેન્સર બોર્ડ આ વાતોને ધ્યાનમાં રાખીને ફિલ્મને આપે છે સર્ટિફિકેટ

|

Nov 01, 2023 | 5:04 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે ભારતીય સેન્સર બોર્ડ (1952) ભારતમાં ફિલ્મોને તેમના વિષયના આધારે A, U/A અથવા S શ્રેણીમાં સર્ટિફિકેટ આપે છે. ચાલો આ લેખ દ્વારા જાણીએ કે કઈ ફિલ્મને કયું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

1 / 5
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) હાલમાં ફિલ્મોને 4 પ્રકારના પ્રમાણપત્રો આપે છે. શરૂઆતમાં તેણે માત્ર 2 પ્રકારના પ્રમાણપત્રો જારી કર્યા હતા પરંતુ જૂન 1983થી તેણે આ સંખ્યા વધારીને 4 કરી દીધી છે. આ પ્રમાણપત્ર ફિલ્મની શરૂઆત પહેલા દસ સેકન્ડ માટે બતાવવામાં આવે છે. ફિલ્મ સર્ટિફિકેટના ઘણા પ્રકાર છે જેમાં U, U/A, A, S સામેલ છે.

2 / 5
U - આ ફિલ્મો દરેક વય જૂથના લોકો જોઈ શકે છે. જે ફિલ્મોને યુ સર્ટિફિકેટ મળે છે તેમાં કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી, હિંસા અને દુર્વ્યવહાર વગેરેનો સમાવેશ થતો નથી. એટલે કે આ સર્ટિફિકેટની ફિલ્મો આખા પરિવાર સાથે બેસીને જોઈ શકાશે. ‘હમ આપકે હૈ કૌન’ ભાગ મિલ્ખા ભાગ અને બાગબાન વગેરે.

3 / 5
A/V અથવા U/A - આ શ્રેણીની ફિલ્મોના કેટલાક દ્રશ્યોમાં હિંસા, અશ્લીલ ભાષા અથવા અશ્લીલ દ્રશ્યો હોઈ શકે છે.  જેમ કે બાહુબલી, યે જવાની હૈ દીવાની વગેરે. મોટા ભાગની ફિલ્મોને આ પ્રમાણપત્ર સૌથી વધુ આપવામાં આવે છે.

4 / 5
A (પુખ્ત) -  તે એવી ફિલ્મને આપવામાં આવે છે જે અશ્લીલ હોય અને આવી ફિલ્મ ફક્ત પુખ્ત વયના લોકો એટલે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ જોઈ શકે. જેમ કે ડર્ટી પિક્ચર, જીસ્મ 2 વગેરે.

5 / 5
 S  (સ્પેશિયલ) - આ એક વિશેષ શ્રેણી છે અને ભાગ્યે જ આપવામાં આવે છે, તે એવી ફિલ્મોને આપવામાં આવે છે જે ચોક્કસ પ્રેક્ષકો માટે બનાવવામાં આવે છે જેમ કે એન્જિનિયર અથવા ડૉક્ટર વગેરે.

Next Photo Gallery