
ટ્વિંકલ ખન્નાના આ ફોટા જોઈને એવું બિલકુલ નથી લાગી રહ્યું કે તે 48 વર્ષની હશે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે ટ્વિંકલ ખન્નાએ તેની ફિટનેસ રૂટિન વિશે પણ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તે ફિટ રહેવા માટે કઈ ટિપ્સ ફોલો કરે છે.

ટ્વિંકલ ખન્ના પોતાને ફિટ રાખવા માટે હંમેશા ખુશ રહે છે. તેણે કહ્યું કે તે ખુશ રહેવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરે છે. સાથે જ તે તણાવથી દૂર રહેવા માટે બ્રિથીંગ એક્સરસાઈઝ કરે છે.

તેને કુદરતી વસ્તુઓ સાથે જોડાયેલું રહેવું ગમે છે. તે તેનો મૂડ યોગ્ય રાખવા માટે તે તેના બગીચામાં ફુલ-છોડ વચ્ચે સમય વિતાવે છે.

ટ્વિંકલ ખન્ના રાત્રે હળવો ખોરાક ખાય છે. તેમના મતે, જો તમે રાત્રે ઓછો ખોરાક લો છો, તો તમારા શરીરને તેને પચાવવા માટે વધુ ઊર્જાની જરૂર નથી. જો કે ટ્વિંકલ ખન્ના આ રીતે 48 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર લાગે છે.