TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Nov 13, 2022 | 9:51 AM
કલર્સ ટીવીના ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા સિઝન 10' એ લગભગ પાંચ વર્ષ પછી ટીવી જગતમાં પુનરાગમન કર્યું છે. ઝલકમાં ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાની ડાન્સિંગ સ્કિલ બતાવી રહી છે.
નિયા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યા છે. અરીસાના ટુકડાનો ડ્રેસ પહેરીને નિયાએ કેમેરા સામે સુંદર પોઝ આપ્યા છે.
નિયા સાથે તેના કોરિયોગ્રાફરે પણ શાનદાર પોઝ આપ્યા છે. ઝલક એ નૉન-ડાન્સરથી ડાન્સર સુધીની સુંદર સફર છે.
નિયાએ ટીવી સીરીયલ તેમજ OTT પ્લેટફોર્મ પર તેની અભિનય કુશળતા બતાવી છે. હવે તે ડાન્સ સ્ટેજ પર પણ પોતાની કમાલ બતાવી રહી છે.
નિયાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફાયર અને હાર્ટ ઇમોજીની સાથે ચાહકો પણ તેને આ ઝલક માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.