
ફોટો શેર કરતા ત્રિશાલાએ નોટમાં લખ્યું, "મારા આ સ્ટ્રેચ માર્ક્સ એ વાતનો પુરાવો છે કે એક સમયે મારું શરીર ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું અને મારી સ્કિન તેની ઝડપ સાથે મેચ કરી શકતી ન હતી. હવે મારી પાસે આ સ્ટ્રેચ માર્ક્સ રહી ગયા છે."

એટલું જ નહીં આ દરમિયાન ત્રિશાલાએ પોતાના ઈટિંગ ડિસઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેની માતા માન્યતા દત્ત અને પિતા સંજય દત્તે પણ તેની પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. ત્રિશાલા પ્રોફેશનલ લાઈફમાં એક સાઈકોથેરાપિસ્ટ છે.