Top 6 K drama Romance Web Series: પ્રેમ, ઓફિસ રોમાન્સ અને બ્રેકઅપ સ્ટોરીઓ, આ કોરિયન ડ્રામા કેમ બની ગયા યુવાનોની પહેલી પસંદ?

Top 6 K drama Romance Web Series: આજના સમયમાં કોરિયન ડ્રામા (K-Drama) ફક્ત મનોરંજન પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ પ્રેમ, સંબંધો, આત્મ-સન્માન અને જીવનની હકીકતને ખૂબ સંવેદનશીલ રીતે રજૂ કરે છે. ખાસ કરીને યુવાનોમાં રોમેન્ટિક અને ઓફિસ બેઝ્ડ ડ્રામાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આવી જ કેટલીક લોકપ્રિય કોરિયન ડ્રામાની વાત કરીએ, જેઓ પ્રેમની મીઠાશ સાથે દિલ તૂટવાની પીડા પણ બખૂબી દર્શાવે છે.

| Updated on: Jan 31, 2026 | 2:57 PM
1 / 6
ખાસ કરીને યુવાનોમાં રોમેન્ટિક અને ઓફિસ બેઝ્ડ ડ્રામાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આવી જ કેટલીક લોકપ્રિય કોરિયન ડ્રામાની વાત કરીએ, જેઓ પ્રેમની મીઠાશ સાથે દિલ તૂટવાની પીડા પણ બખૂબી દર્શાવે છે.

2 / 6
Nevertheless એક એવો ડ્રામા છે, જે આધુનિક સંબંધોની ગૂંચવણને ખૂબ જ રિયલ રીતે રજૂ કરે છે. આ કહાણી એવા યુવાનોની છે, જેઓ એકબીજા તરફ આકર્ષિત તો થાય છે, પરંતુ કમિટમેન્ટ અને વિશ્વાસના અભાવે સંબંધોમાં સતત ઉથલ-પથલ અનુભવતા રહે છે. પ્રેમ, લાલસા અને દિલ તૂટવાની લાગણીને આ ડ્રામામાં ખૂબ જ સંવેદનશીલ રીતે બતાવવામાં આવી છે.

3 / 6
My ID is Gangnam Beauty - સુંદરતા અને આત્મ-સન્માન પર આધારિત એક પ્રેરણાદાયક ડ્રામા છે. કોલેજ લાઇફમાં એક છોકરી કેવી રીતે તેના દેખાવને કારણે સમાજના દબાણનો સામનો કરે છે અને ધીમે ધીમે પોતાને સ્વીકારતા શીખે છે, તે આ ડ્રામાની મુખ્ય વાત છે. આ સાથે પ્રેમ અને મિત્રતાનો સુંદર સંગમ પણ જોવા મળે છે.

4 / 6
Forecasting Love and Weather એક અનોખો ઓફિસ રોમેન્ટિક ડ્રામા છે, જેમાં મોસમ વિભાગમાં કામ કરતા લોકોના જીવનને દર્શાવવામાં આવ્યું છે. જેમ હવામાન બદલાય છે, તેમ જ અહીં સંબંધોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. કામ અને વ્યક્તિગત જીવન વચ્ચેનું સંતુલન આ ડ્રામાને ખાસ બનાવે છે.

5 / 6
Business Proposal સંપૂર્ણ મનોરંજનથી ભરપૂર ડ્રામા છે. એક સામાન્ય છોકરી મજાકમાં તેના બોસ સાથે ફેક પ્રપોઝલ કરે છે, પરંતુ એ જ મજાક ધીમે ધીમે સાચા પ્રેમમાં બદલાઈ જાય છે. કોમેડી, રોમાન્સ અને ઓફિસ ડ્રામાનો મસ્ત મિશ્રણ આ ડ્રામાને ખૂબ લોકપ્રિય બનાવે છે.

6 / 6
What’s Wrong with Secretary Kim બોસ અને સેક્રેટરી વચ્ચેના સંબંધોની મીઠી અને રોમેન્ટિક સ્ટોરી છે. ઓફિસની ગંભીર દુનિયામાં કેવી રીતે લાગણીઓ જન્મ લે છે અને સંબંધો આગળ વધે છે, તે આ ડ્રામાની ખાસિયત છે.

Published On - 2:57 pm, Sat, 31 January 26