બોલિવુડની આ એક્ટ્રેસ કે જેને ‘તવાયફ’ની ભૂમિકામાં રેડ્યો હતો જીવ, ભજવ્યો હતો શાનદાર રોલ, જુઓ કોના નામનો થાય છે સમાવેશ

|

Mar 22, 2023 | 2:28 PM

Tawaif role in Films : આલિયા ભટ્ટ તેની નવી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ફિલ્મમાં તવાયફના પાત્રમાં તેની એક્ટિંગ અને લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ ભૂતકાળમાં પણ કેટલીક એક્ટ્રેસે પડદા પર શાનદાર રીતે ગણિકાની ભૂમિકા નિભાવી હતી.

1 / 8
મીના કુમારી : આ યાદીમાં પહેલું નામ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મીના કુમારીનું આવે છે. તેણે પાકીઝા ફિલ્મમાં ગણિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ આજે પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મના ચલતે-ચલતે, ઇન હી લોગો ને વગેરે ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા.

2 / 8
રેખા : જ્યારે પણ હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી રેખાની વાત થાય છે ત્યારે તેની ફિલ્મ ઉમરાવ જાનનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. ફિલ્મમાં તેનો અભિનય, સુંદરતા અને લાવણ્ય જોઈને લોકો તેના દિવાના બની ગયા હતા.

3 / 8

હેમા માલિની : બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની પણ કરિયરની શરૂઆતમાં તવાઈફના રોલમાં સ્ક્રીન પર દેખાઈ છે. તેણે ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શરાફતમાં ગણિકાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ગઝલ અને ઉર્દૂ શબ્દોનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે.

4 / 8
માધૂરી દીક્ષિત : ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિતનું પાત્ર ચંદ્રમુખી એટલે કે ગણિકાનું હતું. દેવદાસમાં તેનો ડાન્સ અને એક્ટિંગ બંને લોકોને પસંદ આવ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેણે 10 કિલોનો લહેંગા પહેરીને ડાન્સ કર્યો હતો.

5 / 8

તબ્બૂ : તેણે ચાંદની બાર ફિલ્મમાં તવાયફની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પોતાની એક્ટિંગને વાસ્તવિક બનાવવા માટે તેણે ઘણી તૈયારી કરી હતી. હિન્દી સિનેમામાં પોતાની સુંદરતા કરતાં અભિનય માટે જાણીતી તબ્બુને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

6 / 8
કરીના કપુર ખાન : કરિયરની શરૂઆતમાં કરીના કપૂરે પણ ચમેલી ફિલ્મમાં ગણિકાની ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ કરીનાની એક્ટિંગના ખૂબ વખાણ થયા. ચમેલી ઉપરાંત કરીના આમિર ખાનની ફિલ્મ તલાશમાં પણ ગણિકા તરીકે જોવા મળી હતી.

7 / 8
વિદ્યા બાલન : બેગમ જાનમાં વિદ્યા બાલને પણ ગણિકાનો શાનદાર રોલ પ્લે કર્યો હતો.

8 / 8
આલિયા ભટ્ટ : ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મમાં આલિયા ભટ્ટે ગણિકા ગંગુબાઈનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં ગણિકાથી લઈને માફિયા ક્વીન બનવા સુધીની ગંગુબાઈની વાર્તા બતાવવામાં આવી હતી.

Next Photo Gallery