Bollywood: 50 વર્ષની ઉંમરે આ સ્ટાર્સે કર્યાં લગ્ન, 70 વર્ષની ઉંમરે બીજી વાર ઘોડે ચઢ્યો આ સ્ટાર
બગડતા સંબંધો ઘણીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. જ્યાં સામાન્ય માણસ વય મર્યાદામાં લગ્ન કરવાનું વિચારે છે, ત્યાં સ્ટાર્સ માટે લગ્ન કરવા માટે કોઈ વય મર્યાદા નથી અને ઘણા સ્ટાર્સે આ સાબિત કર્યું છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેમણે તેમના 50 વર્ષની ઉંમર અથવા પછી લગ્ન કર્યા છે.
1 / 5
ભોજપુરી સિનેમાના અભિનેતા ગાયક અને રાજકારણી મનોજ તિવારીએ તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા બાદ વર્ષ 2020માં સુરભી તિવારી સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. તે સમયે અભિનેતા 50 વર્ષનો હતો. (Photo Credit : TV9 Bharatvarsh )
2 / 5
આ લિસ્ટમાં બોલિવૂડમાં વિલનના પાત્રમાં દેખાઈ ચૂકેલા જાણીતા એક્ટર કબીર બેદીનું નામ પણ સામેલ છે. તેઓ 70 વર્ષની ઉંમરે વરરાજા બન્યા હતા. કબીર બેદીએ 2016માં મોડલ પરવીન દોસાંઝ સાથે 70 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને આ તેમના ત્રીજા લગ્ન છે. (Photo Credit : TV9 Bharatvarsh )
3 / 5
એક્ટર મિલિંદ સોમન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે, પછી તે બોલ્ડ ફોટોશૂટ હોય કે લગ્ન. વર્ષ 2018માં 53 વર્ષની ઉંમરે મિલિંદે અંકિતા કુનાર સાથે બીજા લગ્ન કર્યા હતા. લોકો માટે સૌથી આશ્ચર્યની વાત એ છે કે અંકિતા કુનાર મિલિંદ કરતા 20 વર્ષ નાની છે. (Photo Credit : Instagram )
4 / 5
આશિષ વિદ્યાર્થી એ પહેલા લગ્ન થિયેટર કલાકાર અને ગાયક રાજોશી બરુહા સાથે કર્યા હતા. બંને એ ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. હાલમાં 60 વર્ષની ઉંમરે અભિનેતાએ બીજા લગ્ન કર્યા છે.(Photo Credit : Instagram )
5 / 5
બોલિવૂડના એક્શન હીરોમાંથી એક સંજય દત્ત તેની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તેણે વર્ષ 2008માં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અભિનેતાની ઉંમર 50 વર્ષથી માત્ર એક વર્ષ ઓછી એટલે કે 49 વર્ષ હતી, જોકે સંજય દત્તના આ ત્રીજા લગ્ન છે. (Photo Credit : Instagram )