
સુમેધ મુદગલકર- લોકપ્રિય પૌરાણિક શો 'રાધાકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં સુમેધ મુદગલકરને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર ભારત શો રાધા અને કૃષ્ણની લવ સ્ટોરી પર આધારિત હતો. આ શોમાં સુમેધ કૃષ્ણના રોલમાં જોવા મળ્યો હતો, જ્યારે મલ્લિકા સિંહ રાધાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલની સુમેધની નાની ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વિશાલ કરવાલ- એક્ટર વિશાલ કરવલે સીરિયલ 'દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ'માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

સ્વપ્નિલ જોષી- એક્ટર સ્વપ્નિલ જોશી પણ ભગવાન કૃષ્ણના પાત્રમાં સામેલ થયો હતો. તેને રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં કાન્હાનું પાત્ર ભજવ્યું છે.