
સંજય દત્ત ઈન્ડસ્ટ્રીના લવર બોય તરીકે પ્રખ્યાત હતા. આમ તો તેની ઘણી ગર્લફ્રેન્ડ રહી હતી. પરંતુ, જ્યારે તેણે તેના તમામ રિલેશન પછી લગ્ન કર્યા, તે પણ ન ચાલ્યા. પછી તેણે તેના પહેલા લગ્નથી છૂટાછેડા લીધા અને માન્યતા સાથે લગ્ન કર્યા અને આજે બંને એક સાથે ખૂબ જ ખુશ છે.

ફિલ્મ લેખક જાવેદ અખ્તરે પણ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે. પોતાની પહેલી પત્ની હની ઈરાનીને છૂટાછેડા આપીને તેણે અભિનેત્રી શબાના આઝમી સાથે લગ્ન કર્યા. જે બાદ બંને આજ સુધી સાથે ખુશ છે.

અભિનેતામાંથી રાજનેતા બનેલા રાજ બબ્બરે પણ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નમાં અણબનાવ થતાં તેણે નાદિકા બબ્બરને છૂટાછેડા આપ્યા બાદ સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા. જે પછી તેમનો રિલેશન એક ઉદાહરણ તરીકે ઓળખાય છે.