
કાર્તિકીએ આગળ લખ્યું છે કે હવે ભારત પરત આવ્યા બાદ તેને લાગે છે કે તે પોતાના ઘરે છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સાથે લોકો સતત ઓસ્કાર મળવાની ખુશીની પ્રતિક્રિયા શેર કરતા જોવા મળી રહ્યા છે.

બોમન અને બેઈલીના હાથમાં ઓસ્કર સાથેના આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં લખતા એક યુઝરે કહ્યું છે કે આ અપેક્ષા હતી. સિંગર વિશાલ અને અરમાન મલિકે પણ કાર્તિકીની પોસ્ટ પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.