મૌની રોયે એક્ટિંગ માટે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો, આજે તે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે
મૌનીએ 'તુમ બિન 2'માં આઈટમ સોંગ, KGFમાં આઈટમ સોંગ અને ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. હાલમાં જ મૌની રોય અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં વિલનની ભૂમિકામાં જોવા મળી હતી.
1 / 5
મૌની રૉય એક ભારતીય ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે. મૌનીએ ટીવી સિરીયલ નાગિન અને દેવો કે દેવ મહાદેવમાં કામ કર્યું છે. મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં એક બંગાળી પરિવારમાં થયો હતો.
2 / 5
મૌનીએ પોતાના શરુઆતના અભ્યાસ દિલ્હીની કેન્દ્રિય વિદ્યાલયથી પુરો કર્યો હતો ત્યારબાદ તેમણે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ જામિયા મિલિયા ઈસ્લામિયાથી કર્યો હતો. મૌનીએ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી એક્ટિંગ અને ફિલ્મની દુનિયામાં કિસ્મત અજમાવવા મુંબઈ પહોંચી હતી.
3 / 5
મૌની રોયે પોતાના કરિયરની શરુઆત વર્ષ 2007માં એકતા કપુરના ટીવી શો ક્યોંકિ સાસ ભી કભી બહુ થી કરી હતી. આ શોમાં તે પુલકિત સમ્રાટ વિરુદ્ધ કામ કરતી જોવા મળી હતી. મૌનીએ પોતાના 11 વર્ષના કરિયરમાં કેટલાક ઉતાર ચઢાવ જોયા હતા.
4 / 5
આજે મોની ટીવીની દુનિયાની એક ફેમસ અભિનેત્રી છે હવે તે ફિલ્મોમાં પણ જોવા મળી રહી છે. વર્ષ 2018 મોની રોય માટે ખુબ ભાગ્યશાળી માનવામાં આવતું હતુ કારણ કે, આ વર્ષે તે ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમારના અપોઝિટ નજરે આવી હતી. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળી હતી.
5 / 5
આ ફિલ્મ સિવાય મૌનીએ તુમ બિન 2માં આઈટમ સોન્ગ, કેજીએફના આઈટમ સોન્ગ અને અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. હાલમાં જ મોનીએ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં વિલનના રોલમાં નજરે આવી હતી.આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા.
Published On - 12:52 pm, Wed, 28 September 22