
આદિપુરુષમાં શૂર્પણખા બનેલી તેજસ્વિની પંડિત મરાઠી સિનેમાનું જાણીતું નામ છે. 37 વર્ષની તેજસ્વિની અંગત જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેને બિન્દાસ લાઈફ જીવવી ગમે છે. જો તમે તેજસ્વિનીના ઈન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તમને ખબર પડશે કે તે એકદમ બિન્દાસ હોવાની સાથે સિમ્પલ પણ છે.

તેજસ્વિનીએ વર્ષ 2004માં મરાઠી ફિલ્મ અગા બાઈ અરેચાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેજસ્વિની ઘણી વેબ સિરીઝનો પણ ભાગ રહી ચુકી છે.

તેજસ્વિની પંડિત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. IMDB અનુસાર, તેજસ્વિની પંડિત છેલ્લે ફિલ્મ બામ્બૂમાં જોવા મળી હતી.