
પોપટલાલે તેના કેટલાક જૂના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તેનો લુક જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ શકે છે. આ દરમિયાન તે ખૂબ જ હેન્ડસમ દેખાતો હતી. ફોટા જોઈને પોપટલાલને ઓળખવો પણ મુશ્કેલ છે. તેના લુકને જોઈને કહી શકાય કે લુકના મામલે તે યુવાનીમાં અક્ષય અને સલમાન ખાન જેવા સ્ટાર્સને ટક્કર આપતો હતો.

જોકે પોપટલાલ શોમાં બેચલર (કુવાંરો) છે, પરંતુ વાસ્તવિક જીવનમાં શ્યામ પાઠક પરિણીત છે અને તેને બાળકો છે. તેણે વર્ષ 2003માં રેશમી સાથે લગ્ન કર્યા હતા.વાસ્તવિક જીવનમાં પોપટલાલના લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. 46 વર્ષીય પોપટલાલને આ લગ્નથી 2 બાળકો પણ છે.