
ત્યારબાદ સુષ્મિતા સેનની સાથે રણદીપ હુડ્ડાના રિલેશનશિપના સમાચારો આવ્યા હતા. બંન્ને ફિલ્મ કર્મા અને હોલીના શૂંટિગ સમયે નજીક આવ્યા હતા. તે સમયે બંન્ને હંમેશા સાથે જોવા મળતા હતા. એ પણ કહેવામાં આવતું હતુ કે, બ્રેકઅપ થયા બાદ બંન્ને વચ્ચે મિત્રતાનો સંબંધ હજુ પણ છે.

મુદસ્સર અઝીઝની સાથે સુષ્મિતા સેનના રિલેશનશિપની વાત સામે આવી હતી. કહેવામાં આવતું હતુ કે, અભિનેતા મુદસ્સરના પ્રેમમાં એવી પાગલ થઈ હતી કે, તેના ઘરે પણ રહેતી હતી પરંતુ થોડા સમય બાદ એક-બીજાથી અલગ થઈ ગયા હતા.