
જ્યારે કરણની ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું પ્રીમિયર ચાલી રહ્યું હતું, ત્યારે પૂજા થોડા સમય માટે ત્યાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, સની અને પૂજાના લગ્ન વર્ષ 1984માં થયા હતા.

સનીએ ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જ પૂજા સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ ધર્મેન્દ્ર માનતા હતા કે, બેતાબની રિલીઝ પહેલા સનીના લગ્નની વાત બહાર ન આવવી જોઈએ.

આ જ કારણ હતું કે, આ લગ્નને ઘણાં વર્ષો સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા. લગ્ન કર્યા પછી વાત જ્યારે બહાર આવી તો બધા ચોંકી ગયા હતા. લગ્ન બાદ પણ ફિલ્મ બેતાબની રિલીઝ સુધી પૂજાને લંડનમાં રાખવામાં આવી હતી. જેથી મીડિયાની નજર તેના પર ન પડે. પરંતુ આખરે બંનેના લગ્નની વાત બહાર આવી.