
પિંકુ- પિંકુ એટલે અઝહર શેખ 31 વર્ષનો છે તેણે પોતાના કરિયરની શરૂઆત આ શોથી જ કરી હતી. 7 વર્ષ પહેલા અઝહરે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું. અભિનયની સાથે તેનો બિઝનેસ પણ છે. અઝહરે પોતાની જ્યુસની દુકાન પણ ખોલી છે જેમાંથી તે સારી કમાણી કરે છે. અઝહરને દરેક એપિસોડ માટે 15000 રૂપિયા મળે છે.

બીજી સોનુ- બીજી સોનુ એટલે કે નિધિ ભાનુશાલી આજે 25 વર્ષની થઈ ગઈ છે. શોમાં સોનુની ભૂમિકા ભજવનાર નિધિએ 21 વર્ષની ઉંમરે સ્કોડા રેપિડ કાર ખરીદી હતી. 2022માં તેણે અલીબાગમાં બીચ હાઉસ ખરીદ્યું જેની કિંમત 25 લાખ રૂપિયા છે.

ગોગી- ગોગી એટલે સમય શાહ 23 વર્ષનો છે. તેણે 15 વર્ષ પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું. આટલા વર્ષોમાં તેણે ઘણી કમાણી કરી છે. અભિનેતા પાસે મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ છે. આ ઘરની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા છે. પહેલા તેને દરેક એપિસોડ માટે 2000 રૂપિયા મળતા હતા. હવે તેની ફી 15000 છે.

ત્રીજી સોનુ- ત્રીજી સોનું એટલે કે પલક સિંધવાણીની 26 વર્ષની છે. પલક એ મુંબઈમાં 3 BHK ફ્લેટ અને એક કાર ખરીદી હતી. તાજેતરમાં અભિનેત્રીએ બીજી કાર પણ ખરીદી છે. 26 વર્ષની ઉંમરે પલક પાસે એક ઘર અને બે કાર છે.
Published On - 1:43 pm, Thu, 18 April 24