
આ વર્ષે 8 ઓગસ્ટના રોજ બંન્ને સગાઈ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ શોભિતા અને નાગા ચૈતન્ય હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કરી શકે છે. પરંતુ આ વાતની હજુ પુષ્ટી થઈ નથી.

તમને જણાવી દઈએ કે, નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે. પહેલી વખત તેમણે સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન વધારે ચાલ્યા નહિ અને બંન્ને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ નાગા ચૈતન્યએ શોભિતાને ડેટ કરવાનું શરુ કર્યું હતુ.