
શહનાઝ અને સિદ્ધાર્થે ભલે ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા ન હોય, પરંતુ તેમનો પ્રેમ આખી દુનિયાને દેખાઈ રહ્યો હતો. સિદ્ધાર્થના આકસ્મિક મૃત્યુથી શહનાઝ ખરાબ રીતે તૂટી ગઈ. ચાહકોને આજે પણ શહનાઝની આંખોમાં તે ચમક શોધે છે, જે સિદ્ધાર્થ સાથે જોવા મળતી હતી.

શહનાઝ ગિલનું આજે એક મોટું નામ છે. હાલમાં જ શહનાઝના ઘણા ગીતો ગુરુ રંધાવા સાથે જોવા મળ્યા છે. ફેશનથી લઈને સ્ટાઈલ સુધી શહનાઝ ગિલ ઘણી બદલાઈ ગઈ છે.

હવે શહનાઝ ગિલ જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. શહનાઝ સલમાનની ફિલ્મ 'કિસી કા ભાઈ, કિસી કી જાન'માં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં શહનાઝની ઝલક જોવા મળે છે.