શમ્મી કપૂર (Shammi Kapoor) પૃથ્વીરાજ કપૂરના ત્રીજા સંતાન છે. શમ્મી કપૂરે પોતાના જીવનમાં બે વાર લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની ગીતા બાલી હતી, જેનું 1965માં અવસાન થયું હતું. આ પછી તેણે નીલા દેવી સાથે લગ્ન કર્યા હતા.
શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ 2011ના રોજ થયું હતું. અભિનેતાનો જન્મ 1931માં પૃથ્વીરાજ કપૂરને ત્યાં થયો હતો.શમ્મી કપૂર છેલ્લે અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. તો ચાલો આજે અભિનેતાના પરિવાર વિશે જાણીએ.
શમ્મી કપૂરને બોલિવૂડનો પહેલો 'રોકસ્ટાર' કહેવામાં આવે છે. તેમના પ્રથમ લગ્ન ગીતા બાલી સાથે થયા હતા. શમ્મી કપૂર અને ગીતા બાલીની લવસ્ટોરી બોલિવૂડની સૌથી સફળ લવસ્ટોરીમાં ગણાય છે. ગીતા બાલીના મૃત્યુ પછી શમ્મી કપૂરે નીલા કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. ગીતા બાલી અને શમ્મી કપૂરને બે બાળકો હતા, આદિત્ય રાજ કપૂર અને કંચન કેતન દેસાઈ.
શમ્મી કપૂરને બે બાળકો છે. આદિત્ય રાજ કપૂર અને કંચન કપૂર. આદિત્ય રાજ કપૂરે પ્રીતિ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેમને વિશ્વ કપૂર અને તુલસી કપૂર નામના બે બાળકો હતા. કંચન કપૂરે પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો હતા, રાજ રાજેશ્વરી દેસાઈ અને પૂજા દેસાઈ.
આદિત્ય રાજ કપૂર વિશે તમને જણાવી દઈએ કે એક્ટર અને ફિલ્મમેકર હોવાની સાથે તે એક બિઝનેસમેન અને રાઈડર પણ છે. તેણે ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું.