
ગૌરીએ ઈન્ટિરિયર ડિઝાઈનિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને મુંબઈના જુહુમાં 'ગૌરી ખાન ડિઝાઇન્સ' નામનો પોતાનો પહેલો સ્ટોર શરૂ કર્યો. આ સ્ટુડિયોની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. ગૌરી ખાને વિશ્વના ટોચના લોકોના ઘરો ડિઝાઇન કર્યા છે જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, રોબર્ટો કેવલી, રાલ્ફ લોરેન અને ઘણી પ્રખ્યાત બોલીવુડ હસ્તીઓનો સમાવેશ થાય છે.

ગૌરી ખાને પોતાનો બંગલો મન્નત પણ ડિઝાઇન કર્યો છે, જેમાં તમને શાહી સજાવટ સાથે આધુનિક વસ્તુઓ જોવા મળશે. ગૌરી ખાને છ માળની મન્નતને અદભૂત લુક આપ્યો છે. આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા વધુ છે. આ સિવાય ગૌરી ખાને કરણ જોહરનું પેન્ટહાઉસ ટેરેસ, આલિયા ભટ્ટનું ઘર, સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર અને શાહિદ કપૂર જેવા ઘણા કલાકારોના ઘર ડિઝાઇન કર્યા છે.

તેની પાસે મુંબઈમાં અર્થ નામની એક રેસ્ટોરન્ટ પણ છે જે ગૌરી ખાને જાતે જ ડિઝાઈન કરી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ સિવાય મોટા બિઝનેસમેન પણ આ રેસ્ટોરન્ટની મુલાકાત લે છે. ગૌરી ખાને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. રિપોર્ટ અનુસાર ગૌરી ખાન પાસે અંદાજે 1600 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ડેવલપર નિખિલે ગૌરી અને શાહરૂખ ખાનને એક લક્ઝુરિયસ વિલા ગિફ્ટ કર્યો છે. દુબઈના પામ જુમેરાહમાં 7,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી આ પ્રોપર્ટીની કિંમત લગભગ 24 કરોડ રૂપિયા છે. મુંબઈના અલીબાગમાં 15 કરોડ રૂપિયાનું હોલિડે હોમ છે અને લોસ એન્જલસમાં એક હવેલી છે. શાહરૂખ ખાન અને ગૌરીનું લંડનમાં આલિશાન ઘર છે.

ગૌરી અને શાહરૂખ પાસે ઘણી લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર છે. ગૌરી પાસે બેન્ટલી કોન્ટિનેંટલ જીટી કાર છે જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે. ગૌરી ખાન મુંબઈમાં શાનદાર લક્ઝરી લાઈફ જીવે છે. આજે તે બોલિવૂડની શક્તિશાળી બિઝનેસવુમન તરીકે ઓળખાય છે.