
દીપિકા પાદુકોણ - આ લિસ્ટમાં બોલિવુડની જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકા પાદુકોણ કપડાની બ્રાન્ડ ઓલ અબાઉટ યુ ચલાવે છે. આ સિવાય એક્ટ્રેસ ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન પણ ચલાવે છે.


પ્રિયંકા ચોપરા - બોલિવુડ અને હોલીવુડમાં પોતાની નામ બનાવનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક રેસ્ટોરન્ટની માલિક છે. આ સિવાય એક્ટ્રેસનું પર્પલ પેબલ પ્રોડક્શન નામનું પ્રોડક્શન હાઉસ પણ છે.

અમિતાભ બચ્ચન - અમિતાભ બચ્ચન એક સફળ એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ મેન પણ છે. એક્ટરનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. અમિતાભ બચ્ચને રોકાણ પણ કર્યું છે.

શિલ્પા શેટ્ટી - જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાના અનેક બિઝનેસ સાથે સંકળાયેલી છે. રિપોર્ટ્સ મુજબ શિલ્પા મુંબઈ સ્થિત મોનાર્કી ક્લબની માલિક છે. એક્ટ્રેસ ક્લબ રોયલ્ટીની માલિક પણ છે.

આમિર ખાન - આ લિસ્ટમાં એક્ટર આમિર ખાનનું નામ પણ સામેલ છે. આમિર ખાન એકનું પ્રોડક્શન હાઉસ છે. જેનું નામ છે આમિર ખાન પ્રોડક્શન.

ઋતિક રોશન - એક્ટર ઋતિક રોશન પણ HRX નામની પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે. આ સાથે એક્ટર કેટલીક રેસ્ટોરન્ટનો માલિક પણ છે.