
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાના કામની સાથે-સાથે પોતાની અંગત લાઈફને લઈને ખુબ ચર્ચામાં બનતી રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.(Instagram: saraalikhan95)

સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થાય છે.

ફોટોમાં સારા કોઈ ગામડામાં દેશી અવતારમાં જોવા મળી રહી છે. હાથમાં બંગડીઓ અને ગુલાબી રંગની સાડી પહેરી અભિનેત્રી ખાટલા પર બેસેલી જોવા મળી રહી છે.

કેટલાક ફોટોમાં જોઈ શકાય છે કે, સારા કેટલાક બાળકો સાથે જોવા મળી રહી છે. ફોટોમાં બ્રેકગ્રાઉન્ડ જોઈને લાગી રહ્યું છે કે, આ કોઈ ગામડાનો ફોટો છે.

સારા અવી ખાનનો આ દેશી અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે, આ ફોટો તેના આવનારા પ્રોજેક્ટના સેટનો ફોટો છે