
સલમાન ખાન તેની ખાસ સ્ટાઈલ માટે ફેમસ છે. છેલ્લા ઘણા વર્ષોથી તે હાથમાં બ્રેસલેટ પહેરે છે. હવે તેની આંગળીમાં પણ રીંગ પહેરેલી જોવા મળી રહી છે. (Photo: IIFA Instagram)

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો રીંગ જોયા બાદ કહી રહ્યા છે કે બોલિવૂડના ભાઈજાને સગાઈ કરી લીધી છે. કેટલાક લોકો તેને લકી રીંગ કહી રહ્યા છે. પરંતુ રીંગ સાથે સલમાન થોડા દિવસો પહેલા બિગ બોસમાં પણ જોવા મળ્યો હતો. (Photo: IIFA Instagram)

અરબાઝ ખાન પણ આવી રીંગ પહેરેલો જોવા મળ્યો છે. પરંતુ એ જાણવું મુશ્કેલ છે કે આ રીંગ પહેરવાનું કારણ શું છે. ગમે તે હોય, ભાઈજાનની રીંગ હવે લાઈમલાઈટમાં આવી ગઈ છે. (Photo: IIFA Instagram)

સલમાન ખાન 56 વર્ષનો છે, પરંતુ હજુ પણ તેના ફેન્સ તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. સલમાનના લગ્નની ચર્ચાઓ અવારનવાર થાય છે. (Photo: IIFA Instagram)

સલમાન ખાનનું નામ ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ, યૂલિયા વંતૂર સહિત ઘણી છોકરીઓ સાથે જોડવામાં આવ્યું છે. (Photo: IIFA Instagram)