દેશની રક્ષા માટે બોર્ડર પર જશે સલમાન ખાન ! કરણ જૌહરની ફિલ્મમાં બનશે આર્મી ઓફિસર

|

Aug 21, 2023 | 5:57 PM

Bollywood News : લાંબા સમય બાદ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા કરણ જૌહર એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતા જોવા મળશે. આવતા વર્ષ રિલીઝ થનારી આ ફિલ્મને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આ ફિલ્મ સલમાન ખાનના ફેન્સને ફરી એકવાર દેશભક્તિના રંગે રંગી દેશે.

1 / 5
 ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ના 25 વર્ષ બાદ સલમાન ખાન અને કરણ જૌહર ફરી એકવાર સાથે જોવા મળશે. ધર્મા પ્રોડક્શન સાથે બોલિવૂડ સ્ટાર સલમાન ખાન નવી ફિલ્મ સાઈન કરશે. તેના નિર્દેશનની જવાબદારી શેરશાહ ફિલ્મ બનાવનાર વિષ્ણુવર્ધનને મળી છે.

2 / 5
 મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં સલમાન ખાન આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે. જોકે આ સમાચારની આધિકારિક જાહેરાત થઈ નથી.

3 / 5
મળતી માહિતી અનુસાર, સલમાન ખાનની આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરુ થશે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ દરમિયાન રિલીઝ થઈ શકે છે.

4 / 5
ભારતીય દર્શકો આર્મી પર આધારિત પારિવારિક ફિલ્મ ખુબ પસંદ કરે છે. કિયારા-સિદ્ધાત અભિનિત શેરશાહ ફિલ્મને ખુબ પ્રેમ મળ્યો હતો. સલમાન ખાનની નવી ફિલ્મ પર ઈન્ડિયન આર્મી પર આધારિત હશે.

5 / 5
 રિપોર્ટ અનુસાર, સલમાન ખાનએ આ ફિલ્મ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. આજથી લગભગ 3 મહિના બાદ ફિલ્મનું શૂટિંગ શરુ થશે.

Next Photo Gallery