આ બે બોલિવુડ સ્ટારને PETA દ્વારા મળ્યું ‘મોસ્ટ બ્યુટીફુલ વેજિટેરિયન સેલિબ્રિટી’ તરીકેનું સન્માન, જુઓ ફોટો
વેજિટેરિયન ડાયટને પ્રમોટ કરવા માટે PETA Indiaએ મોસ્ટ બ્યુટીફુલ વેજિટેરિયન સેલિબ્રિટી 2024ની જાહેરાત કરી છે. જેમાં 2 બોલિવુડ સ્ટારના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જોઈએ કોણ છે આ બે સેલિબ્રિટી
1 / 5
ભારત સિવાય વિદેશમાં પણ વેજિટેરિયન ડાયટને ખુબ ફોલો કરવામાં આવે છે. તેના ફાયદાને જોઈ શાકાહારી લોકોની સંખ્યા વધી રહી છે. જે તમારા સ્વાસ્થ માટે સારું છે. જાનવરોના અધિકારોની દેખરેખ કરનારી સંસ્થા PETAએ આ અભિયાનને આગળ વધારવા માટે એક એવોર્ડ શરૂ કર્યો છે.
2 / 5
રિપોર્ટ મુજબ PETA Indiaએ મોસ્ટ બ્યુટીફુલ વેજિટેરિયન સેલિબ્રિટી 2024નો એવોર્ડ અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેકલિન ફર્નાડિસને આપવામાં આવ્યો છે. આ બંન્ને સેલિબ્રિટી માત્ર વેજિટેરિયન નથી પરંતુ એનિમલ રાઈટ્સ માટે પણ અનેક કામ કરે છે.
3 / 5
અભિનેત્રીએ આ સન્માન બદલ તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "હું આ સન્માન મેળવીને રોમાંચિત છું. વેજિટેરિયન બનવું એ ફક્ત વ્યક્તિગત સ્વાસ્થ્ય વિશે જ નથી, અનેક રીતે લાભદાયક છે. અનેક વખત તે મનપસંદ વેજિટેરિયન વાનગીઓ શેર કરે છે અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા છોડ આધારિત આહારને પ્રોત્સાહન આપે છે.
4 / 5
PETA ઈન્ડિયા સેલિબ્રિટી અને પબ્લિક રિલેશન્સના વાઈસ પ્રેસિડેન્ટ સચિન બંગેરા કહે છે, "આ અભિનયથી લઈને પ્રાણી અધિકારોની સક્રિયતા સુધી, જેકલીન ફર્નાન્ડીઝ અને રિતેશ દેશમુખ રિયલ સુપરસ્ટાર સાબિત થયા છે." "પેટા ઈન્ડિયાને વિશ્વને બતાવવા બદલ તેમનું સન્માન કરવામાં આનંદ થાય છે
5 / 5
PETAએ ભારતમાં પશુઓના અધિકારો પર કાર્ય કરનારી સૌથી મોટું અને અસરકારક સંગઠન છે. તમે વાર્ષિક ૧૦૦૦ રૂપિયા અથવા તેને વધુ પ્રદાન કરીને PETAના સભ્ય બની શકો છો