
અવારનવાર સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તી ફેન્સ સાથે વાત કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 29 લાખથી વધુ ફોલોઅર્સ છે. રિયાનું નામ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં સામે આવ્યું છે. તેની સામે અનેક આરોપો લાગ્યા હતા.

છેલ્લે રિયા ચક્રવર્તી ફિલ્મ 'ચેહરે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.