
ટિપ-ટિપ ગર્લ તરીકે જાણીતી રવિના ટંડન આ દિવસોમાં ટ્રાવેલિંગમાં વ્યસ્ત છે. રવિના તેના સમયની ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી રહી છે. રવિનાની એક સ્ટાઈલ પર લાખો ચાહકોના દિલ ધડકે છે.

અક્ષય કુમાર અને ગોવિંદા સાથે રવિના ટંડનની જોડીને સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. રવિના તેના ડાન્સિંગ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' હતી. હવે રવિનાની દીકરી બોલિવૂડમાં આવવા માટે તૈયાર છે.