
રવીનાના ડાયટની વાત કરીએ તો તેને વસ્તુઓ મિક્સ કરીને ખાવાનું પસંદ છે. તેના રોજના ડાયટ વિશે વાત કરીએ તો તે રોટલી, સાદી દાળ અને દહીં ખાય છે. રવિના કહે છે કે દહીં ભોજનને પચાવવામાં મદદ કરે છે.

આ સિવાય રવિના ઘરે બનાવેલો ઉકાળો પણ પીવે છે. જેના કારણે તે ફિટ રહે છે અને સાથે સાથે તેનું વજન પણ કંટ્રોલમાં રહે છે. એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું કે તેને બટર ખૂબ ગમે છે. પરંતુ તે માત્ર હેલ્થી ડાયટ ફોલો કરે છે.