રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ લાલ સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લુક જોઈને ચાહકો દિવાના થયા છે. દિવાળીના અવસર પર શેર કરવામાં આવેલી આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ હજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો નથી, પરંતુ તેણે લોકોના દિલોદિમાગ પર કબજો જમાવી લીધો છે.