TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Aug 21, 2022 | 9:46 PM
રણવીર સિંહે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. દીપિકાની વાત હોય કે રણવીરની બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. રણવીરે આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરોમાં રણવીર સિંહનો બ્લેક ટક્સીડોમાં એકદમ ક્લિયર અને શાર્પ લુક જોવા મળી રહ્યો છે. લોકોને રણવીર સિંહનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પરંતુ તે હજુ પણ ફોટોશૂટ કરવાનું ટાળી રહ્યો છે. ન્યૂડ ફોટોશૂટ સામે આવ્યા બાદ તેની ટીકા થઈ હતી. મુંબઈ પોલીસે તેને સમન્સ પણ પાઠવ્યું હતું.
રણવીર સિંહની ટ્રીમ કરેલી દાઢી, બ્લેક કલરના ટક્સીડો સૂટ સાથે વ્હાઈટ રંગના ક્રિસ્ડ શર્ટ, બ્લેક ટાઈ, બ્રેઈડેડ હેર અને બ્રાઉન બ્લેક શેડ્સ સાથે રણવીર સિંહે ડાયમંડ ઈયરિંગ્સ પણ કેરી કરી હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
થોડા દિવસો પહેલા રણવીર સિંહ 'કોફી વિથ કરણ 7'ના એક એપિસોડમાં જોવા મળ્યો હતો, જ્યાં તેને ખુલાસો કર્યો હતો કે તે તેની માતાની ડાયમંડ ઈયરિંગ્સ પહેરે છે. તે તેને ખૂબ પસંદ છે. મમ્મી તરફથી મળેલી આ ડાયમંડ ઈયરિંગ્સના બદલામાં તેને તેની મમ્મીને આના કરતાં મોટી ડાયમંડ ઈયરિંગ્સ આપી.
હવે તેની માતાની એ જ ડાયમંડ ઈયરિંગ્સ કેરી કરીને રણવીર સિંહ આ તસવીરોમાં ફ્લોન્ટ કરતો જોવા મળે છે. લોકો તેના ડાયમંડ ઈયરિંગ્સના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, 'બાબા, તમે લવલી લાગી રહ્યા છો. મમ્મીની આ ઇયરિંગ્સ તમારા પર ખૂબ જ સારી લાગી રહી છે.
રણવીર સિંહની આ તસવીરોને લોકો એટલી પસંદ કરી રહ્યા છે કે માત્ર થોડા જ કલાકોમાં લગભગ 8 લાખ લાઈક્સ આવી ગયા છે. રણવીર સિંહની આ તસવીરો ખરેખર સારી છે, જેમાં તેની જોરદાર સ્ટાઈલ જોવા મળે છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.