રાજકોટની હિરવાએ બોલિવુડમાં ડંકો વગાડ્યો , ફિલ્મ ભોલામાં અજય દેવગન સાથે લીડ રોલમાં જોવા મળશે
ગુજરાતના કલાકારો હવે બોલિવુડમાં પણ મોટું કામ કમાય રહ્યા છે. ત્યારે રંગીલા રાજકોટ શહેરની હીરવા ત્રિવેદી ફિલ્મ ભોલામાં અજય દેવગન સાથે જોવા મળશે. આ પહેલા આરઆરઆર ફિલ્મમાં ગુજરાતની રાગ પટેલે સિંગર તરીકે પોતાનો અવાજ આપી ચૂકી છે.
1 / 5
ગુજરાતની એક નાનકડી બાળકીએ બોલિવૂડમાં ડંકો વગાડ્યો છે. રાજકોટના એક સામાન્ય પરિવારની માત્ર 9 વર્ષની દીકરી હીરવા ત્રિવેદીએ તેના પોતાના અભિનયથી ટેલિવૂડ અને બોલિવૂડમાં ધમાલ મચાવી છે.
2 / 5
હિરવાના પિતાનું નામ સમીરભાઈ છે અને તેઓ ઇલેક્ટ્રિક બાઇક વેચવાનો અને રિપેર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે તેનાં માતા સોનલબેન ત્રિવેદી હાઉસ વાઈફ છે.હીરવા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સેન્ટમેરી સ્કૂલમાં ધોરણ 4મા અભ્યાસ કરે છે.હીરવાને પહેલાથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો. તેને અનેક જાહેરાત માટે પણ કામ કર્યું છે. તેમજ ટીવી સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે.
3 / 5
ગુજરાતના રાજકોટ શહેરની લિટલ સ્ટાર એવી હીરવા અજય દેવગન સ્ટાર અને નિર્દેશિત 'ભોલા'થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરવા જઇ રહી છે અને આ ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળશે.ભોલા અજય દેવગનની અત્યાર સુધીની સૌથી સાહસિક ફિલ્મ છે. તેને વન-મેન આર્મીની સ્ટોરી તરીકે દર્શાવવામાં આવી છે.ફિલ્મનું પ્રથમ ટીઝર લોન્ચ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે અને આ ટીઝરમાં હીરવા એક ડાયલોગ બોલતી જોવા મળે છે.
4 / 5
આગામી 30 માર્ચના રોજ રિલીઝ થનાર અજય દેવગનની ફિલ્મ 'ભોલા' મા અજય દેવગનની દીકરી જ્યોતિનું પાત્ર રાજકોટની હીરવા ત્રિવેદી ભજવી રહી છે. ખૂબ જ નાની ઉંમરે મનોરંજન જગતમાં પ્રવેશ કરનારી હીરવા હવે બોલિવૂડમાં પગ જમાવવા તનતોડ મહેનત કરી રહી છે.હીરવાએ 'ભોલા'ના ઓડિશન પહેલાં ‘દિલ જૈસે ધડકે ધડકને દો’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘કાશીબાઈ બાજીરાવ બલાલ’ અને ‘શુભ લાભ’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં અભિનય કર્યો હતો.
5 / 5
હીરવાનાં માતા-પિતા તેના બધા શોખ પૂરા કરવા મહેનત કરે છે. હીરવા એક્ટિંગની સાથે અભ્યાસમાં પણ ખુબ જ હોશિયાર છે.ભોલાના ટીઝરમાં બ્રેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે. અજય દેવગન સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળશે. (ALL Photo hirva instagram)