Rajinikanth : રજનીકાંતે BMTC ડેપોની મુલાકાત લઈને જૂની યાદો તાજી કરી, જુઓ Photos

|

Aug 29, 2023 | 2:22 PM

સૌ લોકો જાણે છે કે,એક્ટર બનવાનું સપનું પૂરું કરવામાં રજનીકાંત (Rajinikanth)ના મિત્ર રાજ બહાદુરે ઘણી મદદ કરી.આજે અભિનેતાએ બીએમટીસી ડેપોની પણ મુલાકાત લીધી હતી.

1 / 6
તમે બધા જાણો છો કે રજનીકાંતે બસ કંડક્ટર તરીકે પોતાના જીવનની શરૂઆત કરી હતી. તેમણે બેંગલુરુ પબ્લિક ટ્રાન્સપોર્ટ ડેપોની મુલાકાત લીધી હતી. અભિનેતાએ 1975માં ફિલ્મ 'કથા સંગમ'થી ડેબ્યૂ કર્યું હતુ

2 / 6
રજનીકાંત સવારે 11:30 વાગ્યે જયનગર BMTC ડેપો પહોંચ્યા. તેમના આગમનથી ઘણાને આશ્ચર્ય થયું. રજનીકાંત 11:45 સુધી ડેપો પર હતા. રજનીએ ત્યાંના સ્ટાફ સાથે વાતચીત કરી હતી. થોડીવાર સ્ટાફ સાથે વાત કર્યા બાદ રજનીકાંત ડેપોની મુલાકાત લીધી હતી.અભિનેતાએ સફેદ શર્ટ પહેર્યો છે તેની સાથે રાજ બહાદુર પણ જોવા મળ્યા હતા,

3 / 6
ખુબ ઓછા લોકો જાણે છે કે, અભિનેતા રજનીકાંત ફિલ્મોમાં આવ્યા પહેલા બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા. બસમાં તેમના ટિકિટ કાપવાના અંદાજના કારણે તેઓ બસ ડ્રાઈવર અને કંડક્ટરની વચ્ચે લોકપ્રિય હતા.

4 / 6
રજનીકાંતનો મિત્ર રાજ બહાદુર કર્ણાટકમાં બસ ડ્રાઈવર હતા. જ્યારે રજનીકાંત બસ કંડક્ટર હતા ત્યારે તેમણે અભિનેતા બનવાનું દૂરથી વિચાર્યું પણ નહોતું. પરંતુ મિત્ર રાજ બહાદુરની દ્રષ્ટિ અદ્ભુત હતી કે તેણે રજનીકાંતને ફિલ્મોમાં જવા માટે પ્રોત્સાહિત કર્યા. રજનીકાંત તેમના મિત્રના કારણે ફિલ્મોમાં આવ્યા અને મોટા સ્ટાર બન્યા.

5 / 6
રજનીકાંતની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ જેલર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જેણે અત્યાર સુધી 525 કરોડનો બિઝનેસ કર્યો છે.જેલરની વાત કરીએ તો આ દ્વારા રજનીકાંત 2 વર્ષ પછી પડદા પર કમબેક કર્યું છે.

6 / 6
આ ફિલ્મ 225 કરોડના બજેટમાં બની છે અને અત્યાર સુધીમાં તેણે બોક્સ ઓફિસ પર 525 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હવે તેની નજર 600 કરોડના કલેક્શન પર ટકેલી છે. અમેરિકામાં આ ફિલ્મને મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા 72 વર્ષીય રજનીકાંતે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ હવે બી લીડ સ્ટાર માટે પરફેક્ટ છે.

Next Photo Gallery