Raghav-Parineeti Wedding : આ દિવસે રાઘવ ચઢ્ઢાની દુલ્હન બનશે પરિણીતી ચોપરા, રાજસ્થાનમાં ગુંજશે શરણાઈ, તારીખ થઈ નક્કી

|

Aug 21, 2023 | 10:05 AM

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. બંને 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે. રાજસ્થાનમાં સાત ફેરા ક્યાં યોજાશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

1 / 5
પરિણીતી ચોપરાના ચાહકો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો દિવસ નક્કી થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને 25 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. પરિણીતી અને રાઘવની સગાઈ 13 મે 2023ના રોજ દિલ્હીમાં થઈ હતી, હવે તેઓ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે.

2 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ એક મોટા લગ્ન હશે. પરિણીતીની ટીમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અભિનેત્રી તેના લગ્નની એક પણ વિગતો કોઈની સાથે શેર કરી રહી નથી. તેણે બધું જ સિક્રેટ રાખ્યું છે. લગ્નની તમામ વિધિ પરિણીતી અને રાઘવના પરિવારો વચ્ચે થશે.

3 / 5
પરિણીતી ચોપરા સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં તેના લગ્નની તૈયારી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. આ પછી ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે. રિપોર્ટ્સ અનુસાર જ્યારે પરિણીતિનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેની તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

4 / 5
પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની લવસ્ટોરીની વાત કરીએ તો બંને ઘણા જૂના મિત્રો છે. પરંતુ વર્ષ 2022 થી તેમની વચ્ચે નિકટતા વધી. ત્યારબાદ તે પંજાબમાં ફિલ્મ 'ચમકિલા'નું શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ રાઘવ ચઢ્ઢા પરિણીતીને મળવા માટે ફિલ્મના સેટ પર પહોંચ્યા હતા. ત્યારે જ બંનેને કનેક્શન લાગ્યું અને પછી પ્રેમ થઈ ગયો.

5 / 5
પરિણીતી હાલમાં ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ'નું શૂટિંગ કરી રહી છે. આમાં તેની સામે અક્ષય કુમાર છે.

Next Photo Gallery