
જો કે, રાધિકાએ આ બધી બાબતોને કારણે પોતાને તૂટવા ન દીધી અને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું. રાધિકાની એક્ટિંગ માત્ર બોલિવૂડ પુરતી સીમિત નથી. રાધિકાએ હિન્દી ઉપરાંત મરાઠી, તમિલ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

રાધિકા આપ્ટે હવે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ અને ખ્યાતિ કમાઈ રહી છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધિકા આપ્ટેની નેટવર્થ લગભગ 3થી 4 મિલિયન છે. રાધિકા કોઈપણ પ્રોજેક્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ક્યારેક તે વધુ પણ લે છે.

આ સિવાય રાધિકાનું મુંબઈમાં એક આલીશાન ઘર છે, જેમાં તે તેના પતિ સાથે રહે છે. રાધિકા પાસે લક્ઝરી કાર પણ છે.