
પ્રિયંકા ચોપરાનો આ ફોટો એ સમયનો છે જ્યારે પ્રિયંકા ચોપરાએ એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેનો બિકનીમાં લુક સૌ કોઈને પસંદ આવ્યો હતો

અભ્યાસ પુરો થયા બાદ પ્રિયંકા ચોપરાએ મોડલિંગ શરુ કર્યું , વર્ષ 2000માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ ભારતનો મિસ વર્લ્ડ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું ઈટલીની સુંદરીને ટક્કર આપી મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો

મિસ વર્લ્ડ બન્યા પછી પ્રિયંકા ચોપરા હિન્દી સિનેમા તરફ વળી. પ્રિયંકાએ ફિલ્મ ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ સ્પાયથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે પ્રિયંકાને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી પ્રિયંકાના ખાતામાં એક પછી એક ઘણી ફિલ્મો આવી, જેમાંથી કેટલીક હિટ રહી અને કેટલીક ફ્લોપ પણ.

જોકે, પ્રિયંકાએ ક્યારેય તેની ફ્લોપ ફિલ્મોનો સ્ટ્રેસ લીધો નથી. પ્રિયંકાએ સાત ખૂન માફ અને બરફી જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી સાબિત કર્યું કે તેની પાસે પ્રતિભાની કોઈ કમી નથી.

બોલિવૂડમાં પોતાની તાકાત બતાવ્યા બાદ પ્રિયંકાને હોલિવૂડમાં પહોંચવામાં વધુ સમય ન લાગ્યો. તે એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે.

જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ પ્રિયંકા ચોપરાનો લુક પણ બદલાતો ગયો. પ્રિયંકા ચોપરા પહેલા બોલ્ડ ડ્રેસ પહેરતી હતી, પરંતુ તે સમયે તેનો સિઝલિંગ અવતાર દેખાતો ન હતો, જે હવે દેખાય છે.

કેટલાક લોકો દાવો કરે છે કે પ્રિયંકા ચોપરાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, પરંતુ અભિનેત્રીએ ઘણી વખત આ બાબતોને સાઈડ પર મૂકી દીધી છે. પરંતુ હાલમાં પ્રિયંકાનો જે લુક છે તેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જે તેના ફેન્સને પણ પસંદ આવી રહી છે.