
આ બંગ્લો મુંબઈના પાલી હિલમાં સ્થિત છે, આ ઘરનું ઈન્ટીરિયર કિયારા અને સિદ્ધાર્થએ સાથે મળીને નક્કી કર્યું છે.

12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે, જેમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો હાજર રહેશે. આ પહેલા તેમણે દિલ્હીમાં પોતાના નજીકના સંબંધીઓ માટે રિસેપ્શન રાખ્યું હતું. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.