
હોલીવુડની અભિનેત્રી પૈરિસ હિલ્ટન ભારત આવી છે. હાલમાં તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી.

બુધવારના રોજ એરપોર્ટ પર હાથમાં પોર્ટેબલ ફેન લઈ પેરિસ હિલ્ટન ક્યુટ જોવા મળી હતી. આ દરમિયાન તેમને જોવા માટે તેના ચાહકોની ભીડ જામી હતી.

પેરિસને જોવા માટે ચાહકોની ભીડ જામી હતી પરંતુ આ દરમિયાન અભિનેત્રી ખુબ કુલ અંદાજમાં જોવા મળી હતી. ચાહકો સાથે તે સેલ્ફી જોવા મળી હતી.

વાયરલ થઈ રહેલા ફોટોમાં પેરિસ હિલ્ટને બ્લેક રંગના આઉટફિટની સાથે વ્હાઈટ શૂઝ પહેર્યા છે સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.

રિપોર્ટસની વાત માનીએ તો ચોથી વખત છે કે, પેરિસ ભારત આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી ભારતમાં તેના નવા પરફ્યુમને પ્રમોટ કરવા માટે આવી છે.