
બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લાંબા સમયથી અફેરની ચર્ચાઓ કર્યા બાદ સગાઈ કરી લીધી છે. રાઘવે સગાઈ પછી તરત જ ઘણી તસવીરો શેર કરી છે. (Image: Raghav Chadha Twitter)

પરિણીતી અને રાઘવની સગાઈની સેરેમની કનોટ પ્લેસ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થયો હતો, જ્યાં રાજકારણ અને બોલિવુડની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. (Image: Raghav Chadha Twitter)

રાઘવે શેર કરેલી તસવીરોમાં બંને પિંક કલરના મેચિંગ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. (Image: Raghav Chadha Twitter)

રાઘવે આવો ફોટો પણ શેર કર્યો છે, જેમાં બંનેના હાથ જ દેખાઈ રહ્યા છે. બંને એકબીજાના હાથમાં હાથ નાખતા જોવા મળે છે. બંનેની જોડી એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Raghav Chadha Twitter)

તસવીરો શેર કરતા રાઘવ ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું, "મેં જે પણ પ્રાર્થના કરી, તેણે હા પાડી. ભગવાન તમને ખુશ રાખે." હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Image: Raghav Chadha Twitter)