
બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારથી આ બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી.

તાજેતરમાં જ પરિણીતી ચોપરા લગ્નના સમાચાર વચ્ચે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. એક્ટ્રેસે રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન વિશે કોઈ નિવેદન આપ્યું ન હતું. એક્ટ્રેસ શરમાઈને સ્માઈલ આપી જતી રહી હતી.
Published On - 9:45 pm, Fri, 31 March 23