The Vaccine War: ડોક્ટર બલરામ ભાર્ગવે વેક્સીન વોર માટે લીધી માત્ર આટલી ફી, પલ્લવી જોશીનો મોટો ખુલાસો
વિવેક રંજન અગ્નિહોત્રીના (Vivek Agnihotri) ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'એ દેશને હચમચાવી નાખ્યો હતો. હવે ફિલ્મમેકર વધુ એક અનોખા મુદ્દા બનેલી ફિલ્મ 'ધ વેક્સીન વોર', જેના ટ્રેલરે ફેન્સને ખૂબ જ એક્સાઈટેડ કરી દીધા છે. આ ફિલ્મ એક વાસ્તવિક મુદ્દા પર આધારિત છે, જે બાયો-સાયન્સની દુનિયામાં બોલિવુડની પહેલી શરુઆતછે. હાલમાં પલ્લવી જોશીએ ખુલાસો કર્યો છે કે આઈસીએમઆરના ભૂતપૂર્વ ડીજી ડો. બલરામ ભાર્ગવે આ ફિલ્મ માટે તેમની પાસેથી કેટલી ફી લીધી છે.