
નિયા શર્મા (Nia Sharma) કલર્સ ટીવીના રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં (Jhalak Dikhhla Jaa 10) શાનદાર કામ કરી રહી છે. જો કે, ડાન્સની સાથે આ સુંદર અભિનેત્રી તેના લુક અને કપડાં પર પણ ખૂબ ધ્યાન આપી રહી છે. પીળા ડ્રેસમાં તેણે ઝલકના સ્ટેજ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.

નિયા શર્મા તેના કોરિયોગ્રાફર સાથે કેટલીક તસવીરોમાં પોઝ આપી રહી છે.

નિયા શર્માએ પીળા રંગનું શોર્ટ બ્લાઉઝ પહેર્યું છે અને આ બ્લાઉઝની સાથે તેણે આ જ રંગનો સ્કર્ટ પણ પહેર્યો છે.

નિયાના અંદાજ તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તેઓ આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ઝલક દિખલા જા 10માં માત્ર ચાહકો જ નહીં પરંતુ જજ પણ નિયાના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ શો જીતવાનું નિયાનું સપનું છે.