
માય ફ્રેન્ડ ગણેશામાં પોતાના અભિનયથી સૌના દિલ જીતનાર અભિનેત્રી રોશની વાલિયા હવે 21 વર્ષની થઈ ગઈ છે. તેની માતા સ્વીટી વાલિયા પણ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.

રોશની વાલિયાએ શીઝાન ખાન સાથે 'તારા ફ્રોમ સિતારા'માં કામ કર્યું હતું. હાલમાં તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં જેલની અંદર છે.

રોશની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના બોલ્ડ ફોટોઝને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

તેણે હાલમાં જ શોર્ટ બ્લેક બોડી હગિંગ ડ્રેસમાં કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. તમામ ફેન્સ આ ફોટોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

રોશનીએ માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ ટીવીની દુનિયામાં પણ પોતાની અભિનય શક્તિ દેખાડી છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તે હવે સારી ઓફરની રાહ જોઈ રહી છે.

રોશની તેના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી મુંબઈ આવી છે. તે આ સપનાના શહેરમાં તેની માતા અને બહેન સાથે રહે છે.( ALL Photo Credit: Roshni Walia)