
અત્યાર સુધી મલ્હારે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ કર્યા છે.

કોરોના મહામારીમાં મલ્હારે પોતાનું NGO શરૂ કર્યું હતું. જેના દ્વારા તેણે કોરોના સંક્રમિત લોકોની મદદ કરતો હતો. 2018માં મલ્હાર ઠાકરે "ટિકિટ વિન્ડો એન્ટરટેઈનમેન્ટ" નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવ્યું.

આગામી સમયમાં મલ્હાર ઠાકર વિકીડાનો વરઘોડો, સારાભાઈ, ધુરંધર, કેસરીયા અને લોચા લાપસી જેવી ફિલ્મોમાં જોવા મળશે.