
માધુરી દીક્ષિત બોલિવુડની સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેશન સેન્સ અદભૂત છે. માધુરી દીક્ષિત તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. (Image: Madhuri Dixit Instagram)

માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. 55ની ઉંમરમાં પણ માધુરી પોતાની સ્ટાઈલ, આઉટફિટ અને ફેશનથી લોકોને ઘાયલ કરી રહી છે. (Image: Madhuri Dixit Instagram)

માધુરી દીક્ષિતે બ્લૂ ટાઈ અને ડાઈ સૂટમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના સૂટની ડિઝાઈન ક્લાસી લુક આપી રહી છે. (Image: Madhuri Dixit Instagram)

લેટેસ્ટ ફોટોમાં તેનો લુક જોઈને તમે પણ તેના દિવાના બની જશો. માધુરી આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Madhuri Dixit Instagram)

માધુરી દીક્ષિતના આ લુકને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત અવાર-નવાર પોતાની સ્ટાઈલિશ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. (Image: Madhuri Dixit Instagram)
Published On - 8:31 pm, Wed, 26 April 23