
સંજય દત્ત અને અનિલ કપુર બાદ માધુરી દિક્ષિતનું નામ ક્રિકેટર અજય જાડેજા સાથે પણ જોડાયું હતુ. અજય અને માધુરી એક ફોટોશુટ દરમિયાન મળ્યા હતા. અહેવાલો અનુસાર અજય અને માધુરી લગ્નનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા પરંતુ વર્ષે 1999માં અજય જાડેજાનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતુ અને તેનું કરિયર પૂર્ણ થઈ ગયું ત્યારબાદ માધુરી અજય જાડેજાથી અલગ થઈ ગઈ હતી.

1999માં માધુરી તેના ભાઈને મળવા અમેરિકા પહોંચી હતી. જ્યાં તેની મુલાકાત તેના ભાઈના મિત્ર ડો શ્રીરામ નેને સાથે થઈ હતી. માત્ર 3 મહિના અફેર બાદ માધુરીએ ડો નેને સાથે લગ્ન કરી સૌને ચોંકાવી દીધા હતા. અમેરિકાથી ભારત પરત ફરી પોતાના અધુરા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા હતા. આજે તેના પરિવાર સાથે સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહી છે.